ખેલ-જગત
News of Saturday, 20th April 2019

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની તૈયારી માટે ભારતના ૭ ક્રિકેટરો રમશે કાઉન્ટી ક્રિકેટ

વર્લ્ડકપ પછી ભારતની પહેલી સિરીઝ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે

ભારતની ટેસ્ટ ટીમના ૭ ક્રિકેટરો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની પહેલી સીરીઝ વેસ્ટ ઈન્ડિઝ સામે રમતા પહેલા ઈંગ્લેન્ડની વિવિધ કાઉન્ટી વતી ફર્સ્ટ કલાસ મેચો રમે એવી પૂરી શકયતા છે. ચેતેશ્વર પૂજારાનો યોર્કશાયર સાથે ત્રણ વર્ષનો કોન્ટ્રેકટ છે એટલે તેનું રમવાનું પાકુ છે. અજિંકય રહાણે આવતા વર્ષે હેમ્પશાયર સાથે કોન્ટ્રાકટર કરે એવી સંભાવના છે. એ ઉપરાંત પૃથ્વી શો, હનુમા વિહારી, મયંક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિન અને ઈશાંત શર્મા અલગ અલગ કાઉન્ટી વતી રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ ઈચ્છે છે કે વેસ્ટ ઈન્ડિઝ સીરીઝ પહેલા ભારતની ટીમ ૩ થી ૪ ફર્સ્ટ કલાસ મેચો રમે.

(3:28 pm IST)