ખેલ-જગત
News of Friday, 20th April 2018

રાશિદ ખાનના ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર કર્યા વખાણ: વિશ્વમાં શ્રેષ્ઠ લેગ-સ્પિનર

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન ડીન જોન્સે અફઘાનિસ્તાનની ટીમના રશીદ ખાનની પ્રશંસા કરતા કહ્યું હતું કે તે વિશ્વમાં શ્રેષ્ઠ લેગ-સ્પિનર છે તથા તે બંને દિશામાં બોલને સ્પિન કરી શકે છે. ૧૯ વર્ષીય રશીદ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.)ની ટીમ વતી રમે છે અને તેણે આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ત્રણ મેચમાં ભાગ લઈ બે વિકેટ ઝડપી છે. 
યુઝવેન્દ્ર ચહલની અવગણના ન કરતા હું રશીદ ખાનનો ખાસ ચાહક છું. હું અફઘાનિસ્તાનની ટીમનો કોચ રહી ચૂક્યો છું અને જાણું છું કે તેમાં ક્રિકેટનો કેટલો કસબ છે, એમ રશીદ અને ચહલ વચ્ચે કોણ વધુ શ્રેષ્ઠ છે એમ પૂછવામાં આવતા બ્રોડકાસ્ટર તરીકે અહીં આવેલ જોન્સે અહીં કહ્યું હતું. જોન્સે કહ્યું હતું કે રશીદ પાસે બોલને બંને બાજુએ ટર્ન કરવાની આવડત છે તથા તે પોતાનો 'ગૂગલી' બોલ ફેંકવા બોલને જુદી જુદી ચાર રીતે પકડે છે. જોન્સ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ટીમનો કોચ રહી ચૂક્યો છે. જોન્સે કહ્યું હતું કે દિવસે દિવસે પ્રગતિ કરી રહેલો ચહલ ઘણો સારો બૉલર છે, પણ રશીદ તેની સરખામણીમાં વધુ ઉત્તમ છે.*મારા અભિપ્રાયમાં રશીદ ખાન વિશ્વનો શ્રેષ્ઠ લેગ-સ્પિન બૉલર છે, એમ તેણે કહ્યું હતું. 

(5:56 pm IST)