ખેલ-જગત
News of Saturday, 20th February 2021

વિજય હજારે ટ્રોફીમાં ઈશાન કિશાનની વિસ્ફોટક બેટીંગ : 17 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે 94 બોલમાં 172 રન ઝૂડ્યા

છેલ્લા 71 રન માત્ર 20 બોલમાં ફટકાર્યા : તોડ્યા અનેક રેકોર્ડ

ઝારખંડના બેટ્સમેન ઈશાન કિશાને વિજય હજારે ટ્રોફીમાં વિસ્ફોટક સદી ફટકારીને તમામને ચોંકાવી દીધા છે. 22 વર્ષના ઈશાને શનિવારે મધ્યપ્રદેશ વિરુદ્ધ 94 બોલમાં 17 રનની કપ્તાની ઈનિંગ રમી હતી. ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની વિસ્ફોટક ઈનિંગથી તેઓ આજે અહેવાલોમાં છવાયા છે. 22 વર્ષના આ વિકેટકીપર બેટ્સમેને પોતાની ધમાકેદાર ઈનિંગ દરમિયાન 19 ચોગ્ગા અને 11 સિક્સર ફટકારી હતી.

ઝારખંડની ટીમે પહેલા બેટિંગ કરતા પોતાની નિર્ધારિત 50 ઓવરોમાં રેકોર્ડ 422/9 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. કોઈ ઘરેલૂ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. જવાબમાં મધ્યપ્રદેશની ટીમ 18.4 ઓવરમાં 98 રનમાં સમેટાઈ ગઈ હતી. ઝારખંડે 324 રનથી મોટી જીત હાંસલ કરી હતી.

વરૂણ એરોને 6 વિકેટ લીધી હતી.

ઈશાને આ ઈનિંગ દરમિયાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 અને વનડે સિરીઝ માટે પસંદગીકર્તાઓનું ધ્યાન ખેંચવા માટે આકર્ષિત કરી મૂક્યા છે. ઈંગ્લિશ ટીમ વિરુદ્ધ નિર્ધારિત ઓવરોની સિરીઝ 12 માર્ચથી શરૂ થશે. આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વાતની ખુશી જાહેર કરી છે.

ઈશાન કિશાનની વિસ્ફોટક ઈનિંગ

પહેલા 50 રન- 42 બોલમાં..
110 રન- 74 બોલમાં
150 રન- 86 બોલમાં
173 રન- 94 બોલમાં..
ઈશાન કિશને છેલ્લા 71 રન માત્ર 20 બોલમાં ફટકાર્યા હતા..

(10:47 pm IST)