ખેલ-જગત
News of Wednesday, 20th January 2021

ઋષભ પંત ટેસ્ટ રેન્કિંગમાં ૧૩મા સ્થાને પહોંચી ગયો

આઈસીસીના ટેસ્ રેન્કિંગમાં પંતનો કૂદકો : બ્રિસ્બેન ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં અણનમ ૮૯ રન બનાવનાર ઋષભ પંતે ૧૩ સ્થાનની મોટી છલાંગ લગાવી3

બ્રિસબેન, તા. ૨૦ : બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતને ઐતિહાસિક જીત અપાવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આઇસીસી ટેસ્ટ રેક્નિંગમાં ૧૩ મા સ્થાને પહોંચી ગયો છે. બ્રિસ્બેન ટેસ્ટની ચોથી ઇનિંગમાં અણનમ ૮૯ રન બનાવનાર પંતે ૧૩ સ્થાનની છલાંગ લગાવી દીધી છે. તે વિકેટકીપર બેટ્સમેનોમાં ટોચ પર છે. તેમના પછી દક્ષિણ આફ્રિકા કેપ્ટન ક્વિન્ટન ડી કોક ૧૫ મા સ્થાને છે. ગાબાના મેદાનમાં સદી ફટકારનારા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લબુશેને વિરાટ કોહલીને પાછળ રાખીને ત્રીજુ સ્થાન મેળવ્યું છે. વિરાટ કોહલી પિતૃત્વ રજાના કારણે પ્રથમ ટેસ્ટ રમ્યા બાદ ભારત પરત આવ્યો હતો. પ્રથમ ક્રમાંક ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ત્યારબાદ સ્ટીવ સ્મિથ છે.

બેટ્સમેનોની યાદીમાં ટોચના દસ ખેલાડીઓમાં વિરાટ કોહલી ચોથા સ્થાને, ચેતેશ્વર પૂજારા સાતમા અને અજિંક્ય રહાણે નવમા સ્થાને છે. બ્રિસ્બેન ટેસ્ટની બીજી ઇનિંગમાં શાનદાર ૫૬ રન રમનાર પૂજારાએ રેક્નિંગમાં એક સ્થાન આગળ મેળવ્યુ છે. અજિંક્ય રહાણેને નુકસાન થયું છે. બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતની બીજી ઇનિંગમાં ૯૧ રન બનાવનાર યુવા બેટ્સમેન શુભમન ગિલને રેક્નિંગમાં ૨૧ સ્થાનનો ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટેસ્ટ મેચમાં લગભગ ૫૨ ની સરેરાશથી ૨૫૯ રન બનાવનાર ગિલ હવે ૪૭મા ક્રમે આવી ગયો છે.

બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતીય બોલરો રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહની ગેરહાજરી હોવા છતાં, તેઓ રેક્નિંગમાં તેમનું સ્થાન મેળવી શક્યા છે. બંને બોલરો અનુક્રમે આ યાદીમાં ૮ મા અને ૯ મા ક્રમે છે. ટોચ પર ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ છે. કમિન્સે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ૨૧ રન લીધા છે. બ્રિસ્બેન ટેસ્ટ ડેબ્યૂ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર જોશ હેઝલવુડે રેક્નિંગમાં સ્થાન મેળવ્યું હતું. તે ચોથા સ્થાને પહોંચી ગયો છે.

અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ ભારતે ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૩ વિકેટે હરાવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો. આ જીત બાદ ભારત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટોચ પર પહોંચી ગઈ છે.

(7:35 pm IST)