ખેલ-જગત
News of Wednesday, 20th January 2021

બોલરોથી બાઉન્સરોનો મારો કરેલો આમ છતાં કાંગારૂઓ સામે દિવાલ બની ઉભો રહેલો ચેતેશ્વર

ઓસ્ટ્રેલીયાના બોલરોને થકવી દીધાઃ રહાણેએ પણ પૂજારાના વખાણ કર્યા

રાજકોટઃ ટીમ ઈન્ડિયાના નવોદીત ખેલાડીઓએ ઓસ્ટ્રેલીયામાં વિજયી વાવટો લહેરાવ્યો છે. ઈજા, સ્લેજીંગ સહિતની બાબતો પર જઈ જીત મેળવી હતી. આ જીતમાં રાજકોટના લોકલબોય ચેતેશ્વર પૂજારાનું જોરદાર યોગદાન રહ્યું હતું.

૩૨૮ રનના જંગી ટાર્ગેટ સામે ભારતને શુભમન ગીલે જોરદાર શરૂઆત કરી હતી. તો ચેતેશ્વરની મેરેથોન ઈનિંગ લાજવાબ હતી. કાંગારૂ બોલરો પણ થાકી ગયા હતા. અંતે હેઝલબૂડ, સ્ટાર્ક, કમીન્સે પૂજારા ઉપર બાઉન્સરોનો મારો શરૂ કરી દીધો હતો. અનેક બોલથી પૂજારાને ઈજાઓ પણ પહોંચી હતી. આમ છતાં તે મેદાન ઉપર અડીખમ રહયો હતો.

ચેતેશ્વર ૫૬ રનની શાનદાર ઈનિંગ રમી હતી ૨૧૧ બોલનો સામનો કરી ૭ ચોગ્ગા ફટકાર્યા હતા. પૂજારાને અનેક બાઉન્સરો હેલ્મેટમાં પણ લાગ્યા હતા. હાથમાં પણ અનેક વખત ઈજાઓ પહોંચી હતી. કાંગારૂ બોલરોનો જબરદસ્ત સામનો કર્યો હતો. પંત ભલે ભારતને વિજય માર્ગ સુધી લઈ ગયો પણ ચેતેશ્વર કાંગારૂઓની સામે દિવાલ બનીને ઉભો રહ્યો હતો.

(3:44 pm IST)