ખેલ-જગત
News of Tuesday, 19th November 2019

રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરને જિતાડવા ફકત કોહલી અને ડિવિલિયર્સ પાસે આશા નહિં રાખી શકાય : મોઈન અલી

નવી દિલ્હી : મોઇન અલીએ કહ્યું હતું કે અમને એક સારી શરૂઆતની જરૂર છે. અમને હંમેશાં ધીમી શરૂઆત મળી છે. અમારે ખાસ કરીને બેન્ગલોરમાં સારો દેખાવ કરવાની જરૂર છે, કારણ કે ત્યાંની વિકેટ સારી છે. ત્યાંની બાઉન્ડરી પણ નાની છે અને એથી બોલર માટે મુશ્કેલી બની શકે છે. ટીમને જિતાડવા માટે ફકત વિરાટ અને ડિવિલિયર્સ પાસે આશા નહીં રાખી શકાય. હું અને મારા જેવા અન્ય પ્લેયર્સે પણ આગળ આવી જવાબદારી ઉપાડવી પડશે.

(3:51 pm IST)