ખેલ-જગત
News of Tuesday, 19th November 2019

બુકનું વેચાણ વધારવા બેન સ્ટોકસે ડેવિડ વોર્નરના નામનો ઉપયોગ કર્યો છે

ટીમ પેઈને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરની ઝાટકણી કાઢી

બ્રિસ્બેન : ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કેપ્ટન ટીમ પેઈને હાલમાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ઝાટકણી કાઢી છે. બેન સ્ટોકસે તેની બુકમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર વિશે એક ચેપ્ટર લખ્યુ હતું. આ ચેપ્ટરમાં તેણે એશીઝમાં સ્લેજીંગ વિશે ચર્ચા કરી હતી. આ વિશે પેઈને કહ્યુ હતું કે હું મેચ દરમિયાન ડેવિડની બાજુમાં જ ઉભો હતો અને ગ્રાઉન્ડ પર તમને વાતચીત કરવાની છૂટ મળે છે. જો કે તે કોઈપણ રીતે સ્ટોકસને ગાળો કે સ્લેજીંગ નહોતો કરી રહ્યો. ઈંગ્લેન્ડના પ્લેયર્સમાં આ ટ્રેન્ડ થઈ ગયો છે કે બુકના સેલ વધારવા માટે તેઓ ડેવિડના નામનો ઉપયોગ કરે છે. આ માટે હું તેમને શુભેચ્છા પાઠવુ છુ.

(3:49 pm IST)