ખેલ-જગત
News of Tuesday, 19th November 2019

ધોનીની સલાહના લીધે મારૂ ધ્યાન ભંગ થઈ ગયુ'તુ, હું સદી ચૂકી ગયો હતો

વર્લ્ડકપની ફાઈનલ મેચનો કર્યો ખુલાસો

નવી દિલ્હી  : ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ ૨૦૧૧માં ધોનીની સુકાનીપદ હેઠળ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ૨૮ વર્ષ બાદ વર્લ્ડ કપનો ખિતાબ હાંસલ કર્યો હતો. ભારતની આ જીતમાં એમએસ ધોનીએ અણનમ ૯૧ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જયારે ગૌતમ ગંભીરે ૯૭ રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ફાઇનલ મેચમાં ગંભીર સદીથી ફકત ૩ રન દૂર રહી ગયો હતો અને હવે ૮ વર્ષ બાદ તેણે સદી ચૂકી જવાને લઇને એમએસ ધોનીને જવાબદાર ઠેરવ્યો છે. ગંભીરે જણાવ્યું કે ધોનીની સલાહના કારણે મારૂ ધ્યાન ભંગ થઇ ગયું અને મે મારી વિકેટ ગુમાવી દીધી.

ગંભીરે ખુલાસો કર્યો કે, ફાઇનલ મેચ મારા મગજમાં ફકત શ્રીલંકા દ્વારા આપવામાં આવેલો ટાર્ગેટ હતો અને મારા વ્યકિતગત સ્કોર પર મારુ ધ્યાન ન હતું. મેચમાં જયારે હું ૯૭ રન બનાલીને રમી રહ્યો હતો અને ત્યારે ઓવર પૂરી થયા બાદ ધોની મારી પાસે આવ્યો અને કહ્યું કે આ ત્રણ રન બાકી છે. આ ત્રણ રન હાંસેલ કર અને તારી સદી પૂરી થઇ જશે.

(3:47 pm IST)