ખેલ-જગત
News of Monday, 19th November 2018

વિમેન્સ વર્લ્ડ બોકસીંગ ચેમ્પિયનશીપની કવોર્ટર ફાઈનલમાં મેરી કોમ

દિલ્હીમાં ચાલતી વિમેન્સ વર્લ્ડ બોકસીંગ ચેમ્પિયનશીપમાં કઝાખસ્તાનની ખેલાડીને હરાવીને ભારતીય બોકસર મેરી કોમે આ સ્પર્ધાની કવોર્ટર ફાનલમાં પ્રવેશ કર્યો છે તેમ જ છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતવા તરફ આગેકૂચ કરી છે. મેરી કોમ આયરલેન્ડની ખેલાડી કેટી ટેલરની માફક આ સ્પર્ધામાં પાંચ વખત ચેમ્પિયન બની છે. ત્રણ બાળકોની મમ્મી ૩૫ વર્ષની મેરી કોમે ૨૦૦૨ થી ૨૦૧૦ દરમિયાન કુલ પાંચ વખત આ સ્પર્ધા જીતી છે. ભારતની અન્ય એક બોકસર સરીતા દેવી આ સ્પર્ધામાં હારી જતાં બહાર ફેંકાઈ ગઈ છે. જો કે તેનો મુકાબલો ચર્ચાસ્પદ રહ્યો હતો. પરંતુ તે આ ચુકાદા સામે અપીલ નહિં કરે.

(3:43 pm IST)