ખેલ-જગત
News of Saturday, 19th October 2019

કુલદીપ યાદવને ખંભામાં દુખાવાની ફરિયાદ પછી શહબાજ નદીમ ટીમમાં સામેલ થયા

        દક્ષિણ આફ્રિકા વિરૃદ્ધ શનિવારથી રમાનાર ત્રીજા ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ લેફટ આર્મ સ્પિનર શહબાજ નદીમને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

        કુલદીપએ શુક્રવારના પોતાના જમણા ખંભામાં દુખાવાની ફરિયાદ કરી હતી. ઝારખંડ માટે ઘરેલું ક્રિકેટ રમનારા નદીમને હજુ સુધી કોઇ ટેસ્ટ મેચ રમ્યા નથી.

        નદીમ ૧૧૦ ફર્સ્ટ કલાસ મેચોમાં ૪ર૪ વિકેટ લઇ ચુકયા છે.

(9:56 pm IST)