ખેલ-જગત
News of Friday, 19th October 2018

પ્રો કબડ્ડી લીગ -6: દબંગ દિલ્હીને હરિયાણા સ્ટીલર્સે આપી 3 અંકથી માત

નવી દિલ્હી: પોતાના ઘરમાં સતત હાર પછી અંતિમ મેચમાં હરિયાણા સ્ટિલર્સે દબંગ દિલ્હીને પ્રો કબડ્ડી લીગ સીઝન 6માં 21માં મેચમાં 34-31 હરાવીને જીત મેળવી છે,

પોતાના ફહરમાં સતત મેચ હારતી હરિયાણા ટીમે અનિમે મેચમાં જીત નોંધાવી છે. પહેલા હાફમાં હરિયાયના 14-16થી પાછળ ખોટી પણ બીજા હાફમાં ટીમે જોરદાર વાપસી કરીને ટીમ 34-31થી જતી ગઈ હતી. હરિયાણાની સાત મેચોમાં આ બીજી જીત છે. જયારે દિલ્હી ત્રણ મેચોમાં પહેલી હાર છે. હરિયાણાના વિકાસ કંડોલાએ નવ , કપ્તાન મોનુ ગોયે સાત, પ્રવીણે  છ અને નવીને  ચાર અંક મેળવ્યા હતા. હરિયાણાની ટીમે 19 રેડ, 12 ટૈકલ, 2 ઓલઆઉટ અને 1 વધુ અંક મેળવ્યો હતો.

(5:56 pm IST)