ખેલ-જગત
News of Friday, 19th October 2018

ખેડૂતના દિકરાએ યુથ ઓલિમ્પિકસની તિરંદાજી સ્પર્ધામાં જીત્યો પહેલો સિલ્વર

આકાશ મલિક આજર્િેન્ટનાના ડ્યુનસ આયરસમાં આયોજિત યુથ ઓલિમ્પિક ગેમ્સમાં તીરંદાજી સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર પહેલો ભારતીય બન્યો છે અને તેના આ મેલ સાથે જ ભારતે આ રમતોત્સવમાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે વિદાય લીધી છે. એક ખેડૂતના ૧૫ વર્ષના પુત્ર આકાશને ફાઇનલમાં અમેરિકાના ટ્રેટન કાઉન્સે ૦-૬થી હરાવ્યો હતો. કવોલિફિકેશનમાં પાંચમો ક્રમાંક મેળવનાર આકાશ ફાઇનલમાં પોતાનો લય યથાવત્ રાખી શકયો નહોતો ત્રણ સેટની ટક્કરમાં બન્નેએ ચાર વખત પર્ફેકટ ૧૦નો સ્કોર કર્યો હતો. આકાશે પહેલા અને ત્રીજા સેટમાં બે વખત માત્ર છનો સ્કોર કર્યો.

આકાશે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં ઝડપથી ફૂંકાતા પવનમાં પ્રેકિટસ કરી હતી, પરંતુ અહીં એના કરતાં પણ ઝડપથી પવન ફૂંકાતો હતો. કાઉલ્સ એક મજબૂત હરીફ હતો. મારી પાસે કોઈ તક નહોતી. આકાશે છ વર્ષ પહેલા તીરંદાજી શીખવાની શરૂઆત કરી હતી. તીરંદાજી કોચ મનજિત મલિકે તેને ટ્રાયલ દરમ્યાન પસંદ કર્યો હતો. હરિયાણાના હિસત જિલ્લાના ઉમરા ગામમાં રહેતા આકાશના પપ્પા નરેન્દર મલિક ઘઉં અને કપાસની ખેતી કરે છે.(૩૭.૮)

 

(3:51 pm IST)