ખેલ-જગત
News of Friday, 19th October 2018

દિનેશ કાર્તિક, શ્રેયસ અય્યર ને અજિંકય રહાણે સંભાળશે દેવધર ટ્રોફીમાં કેપ્ટન્સી

૨૩મીથી ટુર્નામેન્ટનો પ્રારંભ : ઈન્ડિયા-એ, એ, બી, સી ટીમ જાહેર

૨૩ ઓકટોબરથી દિલ્હીમાં રમાનારી ભારતની ડોમેસ્ટિક લિસ્ટ-એ ટુર્નામેન્ટ દેવધર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ બોર્ડ ઇન્ડિયા-એ, ઇન્ડિયા-બી અને ઇન્ડિયા-સી ટીમની જાહેરાત કરી છે. ઇન્ડિયા-એ ટીમનો કેપ્ટન દિનેશ કાર્તિકને બનાવવામાં આવ્યો છે. તેની કેપ્ટન્સીમાં ભારતનો યંગેસ્ટ ડેબ્યુ-સેન્યુરિયન ૧૮ વર્ષનો પૃથ્વી શો રમશે.

કરૂણ નાયર, રવિચન્દ્રન અશ્વિન અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પર્ફોર્મ કરનાર મોહમ્મદ સિરાજનો સમાવેશ પણ ઇન્ડિયા-એ ટીમમાં કરવામાં આવ્યો છે. વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈની કેપ્ટન્સી કરનાર શ્રેયસ અય્યરને ઇન્ડિયા-બી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

૨૦૧૭-'૧૮ ડોમેસ્ટિક ક્રિકેટ સીઝનમાં ૨૦૦૦થી વધુ રન બનાવનાર મયંક અગ્રવાલ અને ઇંગ્લેન્ડમાં હાલમાં ટેસ્ટડેબ્યુ કરનાર હનુમા વિહારીને ગ્ ટીમમાં સ્થાન મળ્યું છે. અજિંકય રહાણેને ઇન્ડિયા—સીનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઈન્ડિયા - એ : દિનેશ કાર્તિક (કેપ્ટન), પૃથ્વી શો, અનમોલપ્રીતસિંહ, અભિમન્યુ ઈશ્વરન, અંકિત બાવને, નીતીશ રાણા, કરૂણ નાયર, કૃણાલ પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ ગોપાલ, શમ્સ મુલાની, મોહમ્મદ શીરાજ, ધવલ કુલકર્ણી અને સિદ્ધાર્થ કૌલ.

ઈન્ડિયા - બી : શ્રેયસ અય્યર (કેપ્ટન), મયંક અગ્રવાલ, ઋતુરાજ ગાયકવાડ, પ્રશાંત ચોપડા, હનુમા વિહારી, મનોજ તિવારી, અંકુશ બૈસ (વિકેટકીપર), રોહિત રાયડુ, ક્રિષ્ણપ્પા ગૌથમ, મયંક માર્કન્ડે, શાહબાઝ નદીમ, દિપક ચાહર, વરૂણ એરોન અને જયદેવ ઉનડકટ.

ઈન્ડિયા - સી : અજિંકય રહાણે (કેપ્ટન), અભિનવ મુકુંદ, શુભમન ગીલ, રવિ સમર્થ, સુરેશ રૈના, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), વિજય શંકર, વોશીંગ્ટન સુંદર, રાહુલ ચાહર, પપ્પુ રોય, નવદીપ સોની, રજનીશ ગુરબાની અને ઉમર નઝીર.(૩૭.૮)

 

(3:50 pm IST)