ખેલ-જગત
News of Thursday, 19th September 2019

ચાઈના ઓપનઃ સાઈના બહારઃ સિંધુ- પ્રણીતની લડત જારી

ચીનઃ હાલમાં ચાલી રહેલા ચાઇના ઓપન સુપર ૧૦૦૦ ટુર્નામેન્ટમાં ભારતીય સ્ટાર પ્લેયર પી.વી. સિન્ધુ ઓલિમ્પિકની ભૂતપૂર્વ ગોલ્ડ મેડલિસ્ટ લી ક્ષુરૂઈને હરાવીને આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ  છે, જયારે સાઇના નેહવાલને ટુર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે.

લગભગ ૩૪ મિનિટ ચાલેલી ગેમમાં સિન્ધુએ લી ક્ષુરૂઈને ૨૧-૧૮, ર ૨૧-૧રથી હરાવી હતી, જયારે સાઈનાને લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ થાઇલેન્ડની બુસાનન ઓન્ગબામૃંગફએ અંદાજે ૪૪ મિનિટની ગેમમાં ૧૦-૨૧, ૧૭-ર૧થી માત આપી હતી. સામા પક્ષે બી.સાઈ પ્રણીતે પુરૂષ એકલ વર્ગની કેટેગરીમાં થાઈલેન્ડના સુપ્પાન્યુ અવીહિંગ્સનને ૨૧-૧૯, ૨૧- ૨૩, ૨૧-૧૪થી માત આપી હતી.

(3:26 pm IST)