ખેલ-જગત
News of Monday, 19th August 2019

ઓલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટઃ ભારતીય મહિલા ટીમની કમાલ, ઓસ્ટ્રેલિયા સામે મેચ કરી ડ્રોઃ હવે કાલે ચીન સામે મુકાબલો

ટોકયોઃ ભારતીય મહિલા હોકી ટીમે બે ગોલથી પાછળ રહ્યા બાદ વાપસી કરતાં ઓલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટના રાઉન્ડ રોબિન લીગ મેચમાં વિશ્વની બીજા નંબરની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની મેચ ૨- ૨ થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. ટુર્નામેન્ટની બીજી મેચમાં ભારત માટે વંદના કટારિયા અને ગુરજીત કૌરે ગોલ કર્યા હતા.

ઓસ્ટ્રેલિયા તરફથી કૈટલિન નોબ્સે અને ગ્રેસ ટ્વીવર્ટે ગોલ કર્યા હતા. પછીથી  ભારતીય ખેલાડી ડ્રૈગ- ફિલકર ગુરજીત કૌરે ગોલ કરીને મેચ ડ્રો કરાવી હતી. ભારે પ્રથમ મેચમાં યજમાન જાપાનને ૨-૧ થી પરાજય આપ્યો હતો અને હવે ભારતીય ટીમ પોતાની ત્રીજી અને અંતિમ રાઉન્ડ રોબિન મેચમાં મંગળવારે ચીન સામે ટકરાશે.

(4:24 pm IST)