News of Monday, 19th August 2019
સ્મિથને બાઉન્સર નાખ્યા બાદ હસી રહેલા જોફા પર ભડકયું સોશ્યલ મીડિયા
લંડનઃ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમ વતી જોફ્રા આર્ચરે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું. જોકે જોફ્રાના એક બાઉન્સરને કારણે ક્રિકેટના ચાહકો સોશ્યલ મીડિયામાં તેના પર ગુસ્સે થયા છે. વાસ્તવમાં જોફ્રાના બાઉન્સરથી ઈજાગ્રસ્ત થયેલો સ્ટીવ સ્મિથ જયારે મેદાનમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો ત્યારે તે હસી રહ્યો હતો. તેના આ સ્વભાવથી સોશ્યલ મીડિયામાં તેની ઝાટકણી કાઢવામાં આવી હતી અને ચાહકોએ પોતાના ગુસ્સો તેના પર ઠાલવ્યો હતો. જોકે સ્ટીવને બોલ લાગતાં હરીફ ટીમમાંથી સૌથી પહેલાં જોસ બટલર જ તેની પાસે પહોંચ્યો હતો.
(4:23 pm IST)