ખેલ-જગત
News of Thursday, 19th July 2018

સિંગાપુર ઓપનના બીજા રાઉન્ડમાં શુભાંકર અને ઋત્વીકા: પ્રણિત બહાર

નવી દિલ્હી: ગત ચેમ્પિયન બી સાઈ પ્રણિત જાપાનના યુ ઇગરાશીને હારીને સિંગાપુર ઓપન બેડમિટંન પહેલા રાઉંડની બહાર થઇ ગયો છે. છતી વરિયાતા પ્રણીતને ઇગરાશીએ એક કલાક 11 મિનિટ સુધી ચાલેલ મેચમાં 21-16,16-21,18-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતોજયારે સૌરભ વર્મા, શુભાંકર ડે. ઋત્વીકા શિવાની ગાડે અને પૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન રિતુપર્ણ દાસે બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી  છે.

શુભાંકરે કેનેડાની જાસન એંથોની હોશુઆને 14-21,21-14,21-16થી પરાસ્ત કરી, જયારે ઋત્વીકા   બુલ્ગારિયાની લિન્ડા જેચીરીને 21-15,17-21,21-16 માત આપી હતી.

(5:33 pm IST)