ખેલ-જગત
News of Thursday, 19th July 2018

ફિફા વર્લ્ડ કપ 2018માં આ રીતે થઇ 2700 કરોડની વહેંચણી

નવી દિલ્હી: વિશ્વના સૌથી પ્રખ્યાત રમત ફૂટબોલના અહમ ટૂર્નામેન્ટ, ફિફા (FIFA) વર્લ્ડ કપ 2018નો ફ્રાન્સના વિજય સાથે અંત આવ્યો હતો. દર વખતની જેમ, વર્ષે પણ ફિફા (FIFA)માં રમતી ટીમોને નાણાનો વરસાદ કરવામાં આવ્યો. ફિફા (FIFA) કુલ 400 મિલિયન (2700 કરોડ) થી વધારે રકમ ઇનામ તરીકે આપી હતી. ટીમોને તેમની કામગીરી અનુસાર વળતર આપવામાં આવ્યું હતું. જાણો કઈ ટીમને મળ્યા કેટલા કરોડ રૂપિયા વખતે, ફ્રાન્સે ફિફા (FIFA) વિશ્વ કપમાં ક્રોએશિયાને 4-2થી હરાવ્યું હતું. જીત સાથે ટીમને $ 38 મિલિયન (આશરે 260 કરોડ) રૂપિયાની હકદાર બની હતી.

ક્રોએશિયાને ફાઈનલ સુધી પહોંચવા અને તેમની શાનદાર રમત માટે 28 મિલિયન ડોલર (લગભગ રૂ. 191 કરોડ) મળશે.બેલ્જિયમની ટીમે ઈંગ્લેન્ડને હરાવીને ત્રીજુ સ્થાન મેળવ્યું હતું એટલે તેમને 24 મિલિયન ડોલર (આશરે રૂ. 164 કરોડ) નું વળતર આપવામાં આવ્યું હતું.

ફિફા (FIFA) વર્લ્ડ કપમાં ચોથા સ્થાને ઇંગ્લેન્ડને રૂ. 150 કરોડ આપવામાં આવ્યા હતા.ક્વાર્ટર-ફાઈનલ સુધી પહોંચી ટીમોને 16 મિલિયન રૂપિયા અથવા 109 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. તેમાં ઉરુગ્વે, બ્રાઝિલ, સ્વીડન અને રશિયાનો સમાવેશ થાય છે.

અર્જન્ટીના, પોર્ટુગલ, ડેનમાર્ક, મેક્સિકો, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, કોલંબિયા અને સ્પેનને 16 રાઉન્ડ સુધી પહોંચવા માટે રૂ. 82 કરોડ આપવામાં આવ્યા હતા.ગ્રૂપ સ્ટેજમાં રમી ટીમોને રૂ. 54 કરોડ આપવામાં આવશે. તેમાં સાઉદી અરેબિયા, મોરોક્કો, ઈરાન, ઓસ્ટ્રેલિયા, પેરુ, પનામા, ટ્યુનિશિયા, પોલેન્ડ, સેનેગલ, આઇસલેન્ડ વગેરેનો સમાવેશ થાય છે.

(5:30 pm IST)