ખેલ-જગત
News of Thursday, 19th July 2018

યુવા ક્રિકેટરો માટે એકેડમી શરૂ કરશે સચિન તેન્ડુલકર

માસ્ટર બ્લાસ્ટરે મિડલસેકસ કાઉન્ટી સાથે કર્યો કરાર

ભારતરત્ન સચિન તેન્ડુલકરે મિડલસેકસ ક્રિકેટ કલબ સાથે મળીને તેન્ડુલકર મિડલસેકસ ગ્લોબલ એકેડમી (ટીએમજીએ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એકેડમી ૯ થી ૧૪ વર્ષના છોકરાઓ અને છોકરીઓને તેન્ડુલકર અને મિડલ સેકસ ક્રિકેટ કલબ પાસેથી ક્રિકેટ શીખવાની તક આપશે. આ એકેડમીની પહેલી શિબિર નોર્થવૂડની મર્ચન્ટ ટેલર્સની ૬ થી ૯ ઓગષ્ટ દરમિયાન યોજાશે. ત્યારબાદ મુંબઈ અને લંડનમાં પણ શિબિરનું આયોજન કરવામાં આવશે.

મિડલસેકસે એન્ડ્રયુ સ્ટ્રાઉસ, માઈક ગેટીંગ જેવા પ્લેયરો આપ્યા છે. આ એકેડમી જરૂરીયાતમંદ ખેલાડીને સ્કોલરશીપ પણ આપશે. તેન્ડુલકરે જણાવ્યુ હતું કે મિડલસેકસ સાથેની પાર્ટનરશીપથી મને ઘણો આનંદ થયો છે. અમારૂ ધ્યેય ફકત સારા ક્રિકેટર તૈયાર કરવાનું જ નહિં, પણ ભવિષ્યના સારા નાગરીક બનાવવાનું પણ છે. આ વેન્ચરથી હું અને મિડલસેકસ શ્રેષ્ઠ ક્રિકેટ કોચીંગ આપીશું.

(1:58 pm IST)