ખેલ-જગત
News of Thursday, 19th July 2018

ધોનીએ બોલિંગ કોચ ભારત અરુણને બતાવવા માટે અમ્પાયર પાસેથી બોલ લીધો હતો: શાસ્ત્રી

ઈંગ્લેન્ડ સામે મેચ હાર્યા બાદ ધોનીએ અમ્પાયરના હાથમાંથી બોલ લઈ લેતા ફેન્સમાં ધોનીના સંન્યાસની અટકળો શરૂ થઈ ગઈ હતી. જો કે વાતની ગંભીરતાને જોઈ તેમજ અટકળોનો અંત લાવવા માટે ઈન્ડિયન ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે, ધોનીએ બોલિંગના કોચ ભારત અરુણને બતાવવા માચે અમ્પાયર પાસેથી બોલ લીધો હતો. જેથી ખબર પડે કે આ પ્રકારના બોલથી કઈ રીતે રમવુ.

(12:47 pm IST)