ખેલ-જગત
News of Thursday, 19th July 2018

હસીન જહાંને આપેલ ચેક બાઉન્સ થતા મોહમ્મ્દ શમીને કોર્ટનું સમન્સ

કોલકતા : કોલકાતાની અલીપુર અદાલતે ભારતીય ટીમના બોલર મોહમ્મદ શમીને ચેક બાઉન્સ થતા સમન પાઠવ્યું છે. આ ચેક શમીની પત્ની હસીન જહાંને આપવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમીની પત્ની હસીને તેમના પર દ્યરેલું હિંસાથી લઈને એકસ્ટ્રામેરિટલ અફેયર જેવા ઘણા આરોપ લગાવવામાં આવ્યા હતા. હસીને પોતાના ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ પર અમુક સ્ક્રીનશોટ્સ શેર કર્યા હતા, જેના આધાર પર તેમણે દાવો કર્યો છે કે શમીની મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધ છે. શમીની પત્નીએ તેમના પર મેચ ફિકિસંગ સુધીનો આરોપ પણ લગાવ્યો છે. પરંતુ શમીએ પોતાના ઉપર લાગેલા આ બધા આરોપને બરતરફ કર્યા છે.

(11:30 am IST)