News of Sunday, 19th May 2019
બર્ટેસને હરાવી ઇટાલીયન ઓપનના ફાઇનલમાં પહોંચી જોહાના કોંટા
રોમઃ બ્રિટનની જોહાના કોંટાએ કિકિ બર્ટેસને હરાવીને ઇટાલિયન ઓપન ટેનિસના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કોટાએ છઠ્ઠા ક્રમાંકની બર્ટેસને પ-૭, ૭-પ, ૬-ર થી હરાવી હતી. આ અગાઉ જાપાનની નાઓમા ઓસાકા હાથમાં ઇજાના કારણે ટૂર્નામેન્ટમાથી બહાર થઇ જતા બર્ટેસ સેમીફાઇનલમાં પહોંચી હતી. હવે કોટાનો સામનો ચેક ગણરાજયની કેરોલિના પ્લિસકોવા અથવા યૂનાની કવોલીફાયર મારીયા સકકારી સામે થશે. જયારે જોકોવિચનો સામનો ડિએગો શ્વાર્ત્જમેન સામે થશે. આ ઉપરાંત નાડાલ યૂનાનના સ્ટીયાનોસ સિટસિપાસ સામે ટકરાશે.
(11:53 am IST)