ખેલ-જગત
News of Friday, 19th April 2019

વારાણસી અને મુંબઈથી આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવતા ત્રણની ધરપકડ: 1.68 લાખનો માલસામાન જપ્ત

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમીય લીગ આઈપીએલમાં સટ્ટો રમતા ત્રણ બુકીને અહરોરા પોલીસે ધરપકડ કરી છે. આ લોકો પાસેથી 1.68 લાખનો મુદ્દમાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસ અદિકારી અમિત કુમારે જણાવ્યું કે બુકી અંગેની મળેલ માહિતીના આધારે પોલીસે બારડીહ ગામના રહેવાસી શિવકુમાર બિંદના ઘરે રેડ પડી હતી અને ત્યાંથી તેમને શિવકુમાર, મનોજ કુમાર યાદવ અને પૂર્ણમાસી બિંદની ધરપકડ કરી હતી. પૂછતાછ કરતા પોલીસને માહિતી આપતા કહ્યું કે ત્રણેય વારાણસી અને મુંબઈમાં મોટાપાયે બુકીનું કામ કરતા હતા. મુખ્ય બુકી તરીકે શિવકુમાર કામ કરતો હતો અને તેને પોલીસને કહ્યું કે તે વારાણસીમાં રહેનાર મંગળ પાસે મેચ પર સટ્ટો લગાવતો હતો અને માત્ર મોબાઈલ દવતા જ તમામ માહિતી આપવામાં આવતી હતી.

(5:49 pm IST)