ખેલ-જગત
News of Thursday, 19th March 2020

યુવેન્ટસનો ફુટબોલર મતૌડી કોરોના ગ્રસ્તઃ કલબનો બીજો ખેલાડી શિકાર

રોમઃ યુવેન્ટ્સનો મિડફીલ્ડર બ્લૈસી મતોડી તેના કલબનો બીજો કોરોનાગ્રસ્ત ખેલાડી બન્યો છે.  ધી સિરીઝ એ કલબે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે ફ્રાન્સ વર્લ કપ વિનર ૧૧ માર્ચથી આઇસોલેશનમાં છે. મતૌડી પહેલાં ડેનિયલ રુગાનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત સ્પેનના કલબ વેલેન્સિયાએ પણ જણાવ્યું હતું કે તેના એક તૃતીયાંશ પ્લેયરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવેન્ટ્સના પ્લેરો સિવાય સેમ્પડોરિયા અને ફિયોરેન્ટિયા ઓફ સિરીએ તેનો સ્ટાફ પણ પોઝિટિવગ્રસ્ત હોવાના સમાચાર મળ્યા હતા.

(3:51 pm IST)