ખેલ-જગત
News of Tuesday, 19th March 2019

પંત આગામી વર્લ્ડકપમાં ધોનીનો સૌથી સારો વિકલ્પઃ પોન્ટીંગ

નવીદિલ્હી,તા.૧૯ : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આગામી વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીનો સૌથી સારો વિકલ્પ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમની પસંદગી થવાની છે. પોન્ટિંગે કહ્યું છે કે જો ઇન્ડિયન પ્રીમિયર લીગમાંં ઋષભ પંત જો દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શ કરશે તો એ ભારતીય ટીમમાં સ્થાન માટે પ્રબળ દાવેદાર બની જશે.

(3:41 pm IST)