ખેલ-જગત
News of Tuesday, 19th March 2019

બેંગ્લુરૂ એફસીની ટીમ ટાઈટલ જીતવા બદલ આવતા વર્ષે એશિયન કપમાં રમશે

ISL ટ્રોફી જીતવા માટે અમે ઘણા ઉત્સુક હતાઃ સુનીલ છેત્રી

બેન્ગલુરુ એફસી વિજેતા કેપ્ટન સુનીલ છેત્રીએ  ફાઇનલમાં ગોવા એફસીને હરાવીને પહેલી વખત ઇન્ડિયન સુપર લીગ ટુર્નામેન્ટ જીત્યા બાદ પોસ્ટ-મેચ પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ ટાઇટલ જીતવા માટે તે ઘણા મહિનાઓથી તત્પર હતો. છેલ્લી સીઝનમાં તેની ટીમ ફાઇનલમાં ચેન્નયન એફસી સામે હારી હતી.

સેકન્ડ એકસ્ટ્રા ટાઇમમાં બેન્ગલુરૂના રાહુલ ભેકેએ ગોલ કરીને પોતાની ટીમને ટાઇટલ જિતાડ્યું હતું. સુનીલે ફાઇનલ જીત્યા બાદ કહ્યું હતું કે ગયા વર્ષે ફાઇનલ પછી મેં કહ્યું હતું કે આવતા વર્ષે અમે કમબેક કરીશું. બોલ બોયથી લઈને કોચ સુધી દરેક વ્યકિત ટાઇટલ જીતવા માટે ઉત્સુક હતી. ગયા વર્ષે જે રીતે અમે હાર્યા હતા ત્યાર પછી આ જીત વધારે મીઠી લાગે છે. ગોલ્ડન બુટનો અવોર્ડ જીતનાર ફેરન કોરોમિનસ તેની ટીમને જિતાડી ન શકયો એ ખરેખર આશ્ચર્યજનક છે. કોચનો મેસેજ હતો કે અમારે અટેક કરવો જોઈએ પણ અમે બોલ પરથી પકડ ગુમાવતાં અમે ડિફેન્ડ કરીને લીડ જાળવી રાખી હતી. ગયા વર્ષે અમે ઘણું ડોમિનેટ કર્યા પછી બે ગોલ આપ્યા હતા એથી આ વખતે અમે દ્યણા સાવચેત રહ્યા હતા.

(3:41 pm IST)