ખેલ-જગત
News of Friday, 19th February 2021

આઈપીએલઃ આઠ ટીમોએ છ કલાકમાં અધધ...૧૪૫.૩૦ કરોડ ઉડાવ્યા

ભારતના અજાણ્યા અને વિદેશી ખેલાડીઓ ઉપર સૌથી વધુ બોલી લગાવવામાં આવી : ઓકશનમાં ઓલરાઉન્ડર અને ઝડપી બોલરોની બોલબાલાઃ ૩૫ ખેલાડીઓ ભારતના અને ૨૨ વિદેશના હતા

નવીદિલ્હીઃ આઇપીએલ ઓકશનમાં એકવાર ફરીથી રૂપિયાનો વરસાદ થયો. કેટલાક જાણ્યા અજાણ્યા ચહેરાઓ પર આઠેય ત્ભ્ન્ ટીમઓએ આગળ આવીને દાવ લગાવ્યા હતા. જોકે બોલી દરમ્યાન સૌથી વધારે આગળ વિદેશી ખેલાડીઓ રહ્યા હતા. તેમની પર સૌથી વધારે પૈસા વરસ્યા હતા. આઇપીએલ ૧૪ પહેલા ના ઓકશનમાં છ કલાકમાં ૧૪૫.૩૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ પૈસાથી ૫૭ ખેલાડીઓન ખરીદવામા આવ્યા હતા. ૫૭ માંથી ૨૨ ખેલાડીઓ વિદેશી હતા અને ૩૫ ભારતીય ખેલાડીઓ હતા. ઓકશન દરમ્યાન ઓલરાઉન્ડર અને વિદેશી ઝડપી બોલર ખૂબ મોટી રકમમાં ખરીદવામાં આવ્યા હતા. જેમાં દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. મોરિસ આઇપીએલ ઓકશનના ઇતિહાસનો સૌથી મોંઘો વેચાણ થનારો ખેલાડી બન્યો છે.

તો કર્ણાટકનો  ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમ ૯.૨૫ કરોડ રૂપિયાનો દાવ લાગ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરની મેચ નથી રમ્યો એવા, સ્પિનર ઓલરાઉન્ડ ગૌતમને ચેન્નાઇએ રેકોર્ડ આંકડાથી ખરીદ કર્યો હતો. ૩૨ વર્ષીય આ ક્રિકેટેર અત્યારે ઇંગ્લેન્ડની સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ માટે નેટબોલર તરીકે ભારતીય ટીમ સાથે છે. તામિલનાડુનો શાહરુખખાન તેની બેઝ પ્રાઇઝ કરતા ૫૧ ગણાં વધારે ભાવ એટલે કે, ૫.૨૫ કરોડ ના ભાવ થી ખરીદાયો છે. શાહરૂખખાન સૈયદ મુશ્તાકઅલી ટ્રોફીમાં તેના પ્રદર્શનને લઇને ચર્ચામાં રહ્યો હતો.

ઓકશન દરમ્યાન ૧૧૧.૧૦ કરોડ રૂપિયા વિદેશી ખેલાડીઓ પર ખર્ચ કરવામાં આવ્યા હતા. તો ભારતીય ખેલાડીઓ પર માત્ર ૪૩ કરોડ રૂપિયા જ ખર્ચ કરવામાં આવ્યા હતા. ઓકશનમાં વેચાણ થયેલા ભારતીય ખેલાડીઓની સંખ્યા વધારે છે,  તો વિદેશી ખેલાડીઓને ખરિદતી વખતે પૈસાની મર્યાદાને જોવામાં જ નહોતી આવી. પંજાબ કિંગ્સ ની પાસે ઓકશન પહેલા જ ૫૩.૨૦ કરોડ હતા. જેમાંથી તેણે ઓકશનમાં ૩૪.૪૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેના બાદ આરસીબી પાસે ૩૫.૯ કરોડ રૂપિયા હતા, અંતમાં તેની પાસે માત્ર ૩૫ લાખ રૂપિયા જ બચ્યા હતા. તેણે ૩૫.૫૫ કરોડ ખર્ચ કર્યા હતા.

રાજસ્થાન રોયલ્સ પાસે ૩૪.૮૦ કરોડ રૂપિયા હતા અને તેણે ૨૧ કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચ કર્યો હતો. સૌથી ઓછા પૈસા સનરાઇઝર્સ હૈદરાબાદે ખર્ચ કર્યા હતા. ચેમની પાસે ૧૦.૭૦ કરોડ રુપિયા હતા. જેમાંથી તેણે ૩.૮૦ કરોડ રુપિયા ખર્ચ કર્યા હતા. મુંબઇ એ ૧૫.૩૦ કરોડ રુપિયામાંથી ૧૧.૭૦ કરોડ રૂપિયા વાપર્યા હતા. કલકત્તાએ ૧૦.૭૦ કરોડમાંથી ૩.૨૦ કરોડ જ બચાવ્યા હતા. તો દિલ્હી કેપિટલ્સ એ ૧૨.૯૦ કરોડમાંથી ૨.૧૫ કરોડ અને ચેન્નાઇ એ ૨૨.૯ કરોડ રૂપિયામાંથી ૨.૫૫ કરોડ રૂપિયા જ બચાવ્યા હતા.

(11:24 am IST)