ખેલ-જગત
News of Tuesday, 18th February 2020

સુનિલ કુમારે રચ્યો ઈતિહાસ : એશિયન કુશ્તી ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડમેડલ

ફાઈનલ મેચમાં સુનીલે કિર્ગિજસ્તાનના અજાત સલિદિનોવને હરાવીને ગોલ્ડ જીત્યો

નવી દિલ્હી:ભારતના સુનીલ કુમારે દિલ્હીમાં એશિયન કુશ્તી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે 87 કિલોગ્રામ ગ્રીકો રોમન શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગોલ્ડ મેડલ તે માટે મહત્વનો છે કારણ કે ભારતે 27 વર્ષ બાદ ગ્રીકો રોમનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. છેલ્લો ગોલ્ડ મેડલ 1993માં પપ્પૂ યાદવે જીત્યો હતો.

ફાઈનલ મેચમાં સુનીલે કિર્ગિજસ્તાનના અજાત સલિદિનોવને હરાવીને ગોલ્ડ જીત્યો. આ પહેલા સુનીલ કુમારે કજાકિસ્તાનના અજામતને 12-8થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે 2019માં પણ ફાઈનલમાં પહોંચ્યા હતા પરંતુ ત્યારે તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

આ પહેલા અર્જુન હાલાકુર્કિના સેમીફાઈનલમાં સારી સ્થિતિમાં હોવા છતાં મેચ ગુમાવી બેસ્યા. તેઓ ઈરાનના પોયા મોહમ્મદ નાસેરપૌરથી 7-8થી હારી ગયા. બ્રોન્ઝ મેડલ માટે અર્જુનનો સામનો કોરિયાના ડોગહ્યેઓક વોન સાથે થશે. મેહર સિંહે પણ અંતિમ ચારના મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો. તેમણે કોરિયાના મિંસેઓક કિમને 9-1થી હરાવ્યા.

(12:40 am IST)