ખેલ-જગત
News of Tuesday, 19th February 2019

અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓમાનની ટીમ સ્કોટલેન્ડ સામે ૨૪ રનમાં ઓલઆઉટ

નવી દિલ્હીઃ ક્રિકેટમાં આંકડામાં રૂચિ રાખનાર માટે મોટા સમાચાર ઓમાનથી આવ્યા છે. મંગળવારે યજમાન ઓમાનની ટીમ અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ  (Al Amerat Cricket Ground)માં સ્કોટલેન્ડ વિરુદ્ધ 50 ઓવરોના મુકાબલામાં માત્ર 24 રનમાં ઢેર થઈ ગઈ હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓમાનની ટીમ 17.1 ઓવરોમાં માત્ર 24 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ખવાર અલી (15) એકમાત્ર બેટ્સમેન રહ્યો, જે બે આંકડા સુધી પહોંચી શક્યો હતો. દરમિયાન ખેલાડી ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા. સ્કોટલેન્ડ તરફથી એડ્રિયન નેલ અને આર. સ્મિથે સર્વાધિત 4-4 વિકેટ ઝડપી હતી.

(5:07 pm IST)