ખેલ-જગત
News of Tuesday, 19th February 2019

IMG-રિલાયન્સે પાકિસ્તાન સુપર લીગના પ્રોડકશનની ના પાડી દીધી

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં IMG-રિલાયન્સે પાકિસ્તાન સુપર લીગ (PSL)નું પ્રોડકશન કરવાની ના પાડી દીધી હતી. આ લીગનું એ ઓફિશ્યલ પ્રોડકશન પાર્ટનર હતું એટલું જ નહીં, એની તમામ મેચોના લાઇવ કવરેજની દેખરેખ રાખી રહ્યું હતું, જેના માધ્યમથી અલગ-અલગ ચેનલ પાકિસ્તાન અને અન્ય દેશોમાં પીએસએલનું પ્રસારણ કરતું હતું.

ભારતમાં એનું પ્રસારણ ડીસ્પોર્ટ કરતું હતું. આઈએમજી-રિલાયન્સના અધિકારીએ કહ્યું હતું કે ઈ-મેઇલના માધ્યમથી એની જાણકારી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આપી દેવામાં આવી છે. આઈએમજી-રિલાયન્સના અધિકારીએ કહ્યું હતું કે પુલવામામાં જે પ્રકારની આતંકવાદી ઘટનાઓ થઈ હતી એને જોતાં એ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વ્યાવસાયિક ગતિવિધિ નહીં કરી શકે. પરિણામે રવિવારથી જ પ્રોડકશન રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.(૩૭.૯)

 

 

(3:51 pm IST)