ખેલ-જગત
News of Tuesday, 19th February 2019

વર્લ્ડકપને હજી ઘણો સમય છેઃ રાજીવ શુકલા

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આઈપીએલના ચેરમેન રાજીવ શુકલાએ કહ્યું હતું કે સરકારની મંજરી વગર ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી ક્રિકેટની કોઈ શકયતા નથી. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આગામી વર્લ્ડ કપ-૨૦૧૯માં પાકિસ્તાન સામે ન રમવા વિશે કોઈ નિર્ણય કરવામાં નથી. આવ્યો. આ વિશેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. રાજીવ શુકલાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સામે અમારું વલણે એકદમ સ્પષ્ટ છે. જયાં સુધી સરકાર મંજૂરી ન આપે અમે પાકિસ્તાન સાથે નહીં રમીએ. રમત બધી વસ્તુથી ઉપર હોવી જોઈએ, પરંતુ કોઈ દેશ આતંકવાદને સમર્થન આપે તો એની અસર રમત પર પણ પડે.

પત્રકારોએ આગામી વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે રમશે કે નહીં એવો સવાલ પૂછતાં તેમણે કહ્યું હતું કે આ સવાલનો જવાબ અમે તમને અત્યારે ન આપી શકીએ. વર્લ્ડ કપને હજી ઘણો સમય છે.(૩૭.૯)

(5:06 pm IST)