ખેલ-જગત
News of Monday, 18th November 2019

ટોક્‍યોમાં ઇન્‍ડિયાને ગર્વ થાય એ માટે તમામ પ્રયત્‍ન કરીશ : બજરંગ પુનિયા

ઇન્‍ડિયન સ્‍ટાર રેસલર બજરંગ પુનિયાનું કહેવું છે કે ટોક્‍યો ઓલિમ્‍પિકમાં ઇન્‍ડિયાને ગર્વ થાય એ માટે તે ખૂબ જ મહેનત કરશે. દુબઈમાં યોજાયેલા ઇન્‍ડો અરબ લીડર્સ સમીટ એન્‍ડ અવોર્ડ્‍સ ૨૦૧૯માં બજરંગ અને વર્લ્‍ડ પાવરલિફિ્‌ટંગ ચેમ્‍પિયન મહંત ગૌરવ શર્માનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ ઇવેન્‍ટમાં બજરંગ પુનિયાએ કહ્યું હતું કે મને આ સન્‍માન આપવા માટે હું દરેકનો આભાર માનું છું. સન્‍માન એ દરેક એથ્‍લીટને મોટિવેશન પૂરું પાડે છે. હું ટોક્‍યો ઓલિમ્‍પિકમાં ક્‍વોલિફાઈ થઈ ગયો છું અને મારા દેશને ગર્વ થાય એ માટે તમામ પ્રયત્‍ન કરીશ.

(2:28 pm IST)