ખેલ-જગત
News of Friday, 18th October 2019

ભારત સામેની ટી-૨૦ સીરીઝ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત

3જીએ પહેલી મેચ દિલ્હી,બીજી મેચ 7મીએ રાજકોટમાં અને અંતિમ મેચ 10મીએ નાગપુરમાં રમાશે

મુંબઈ : ભારત સામેની ૩ મેચની ટી-૨૦ સીરીઝ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત કરાઈ છે  લેફ્ટ આર્મ સ્પિનર અરાફાત સની અને ઝડપી બોલર અલ-અમીનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે રુબેલ હુસેનને જગ્યા મળી નથી. શાકિબ અલ હસન ટીમના કેપ્ટન હશે.

બાંગ્લાદેશના મુખ્ય પસંદગીકર્તા મિન્હાજુલ અબેદીને જણાવ્યું છે કે, અલ અમીન આ સમયે બોલિંગ કરી રહ્યા છે અને વર્તમાન સમયમાં જે બોલર સંપૂર્ણપણે ફીટ છે, તેમાંથી તે એક છે. ૨૦૧૬ માં ભારત ટી-૨૦ વર્લ્ડ કપમાં તેમને ભાગ લીધો હતો અને અમે તેમના આ અનુભવનો ફાયદો ઉઠાવવા માંગે છે. અરાફાત સનીને અમે તેમના બેકઅપ સ્પિનરના રૂપમાં પસંદ કર્યા છે, કેમકે તેજુલ ઇસ્લામ માટે ટેસ્ટ મેચોમાં ભાગ લેશે. મિન્હાજુલે આગળ જણાવ્યું છે કે, છેલ્લા ૧૮ મહિનામાં ત્રીજી વખત સૌમ્ય સરકારને કોચના કહેવા પર પસંદ કરવામાં આવ્યા છે. અમે તેમને ટીમમાં સામેલ કરવા ઈચ્છતા નહોતા પરંતુ કોચના કહેવા પર તેમની પસંદગી કરવામાં આવી છે.

 ભારત અને બાંગ્લાદેશની વચ્ચે નવેમ્બરમાં ૩ મેચની ટી-૨૦ સીરીઝ રમાશે. પ્રથમ મેચ ૩ નવેમ્બરના દિલ્હીમાં હશે. બીજી મેચ ૭ નવેમ્બરના રાજકોટ અને ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચ ૧૦ નવેમ્બરના નાગપુરમાં રમાશે. ટી-૨૦ સીરીઝ બાદ બંને ટીમોની વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાશે. તેના માટે અત્યાર સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી.

(12:47 pm IST)