ખેલ-જગત
News of Thursday, 18th October 2018

બ્રાઝીલે 1-0થી આર્જેન્ટિના સામે મેચ જીતી

નવી દિલ્હી:દુનિયાની હાઈપ્રોફાઈલ ફૂટબોલ ટીમો બ્રાઝિલ અને આર્જેન્ટીના વચ્ચે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં રમાયેલી મેચમાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલીયન ટીમ ૧-૦થી વિજેતા બની હતી. જ્યારે પેરિસમાં રમાયેલી યુરોપીયન ફૂટબોલ સંઘની નેશન્સ કપ ટુર્નામેન્ટમાં ભૂતપૂર્વ મલ્ટીપલ વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને વધુ એક હારનો સામનો કરવો પડયો હતો. વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સે જર્મનીને ૨-૧થી પરાસ્ત કર્યું હતુ. જર્મનીની ફૂટબોલ ટીમનો હારનો સિલસિલો જારી રહેતા હવે કોચ યોકિમ લો પર રાજીનામું આપી દેવાનું દબાણ સર્જાયું છે. જોકે લો એ આ પરાજયને સ્વીકારને બદલે તેના માટે રેફરીના નિર્ણયને જવાબદાર ઠેરવ્યો હતો. ફ્રાન્સ તરફથી ગ્રીઝમેને બંને ગોલ ફટકાર્યા હતા, જેમાં બીજો ગોલ પેનલ્ટીની મદદથી નોંધાવ્યો હતો. આ હારની સાથે જર્મની નેશન્સ લીગ ટાઈટલની રેસમાં થી બહાર ફેંકાઈ ગયું છે. 

(5:29 pm IST)