News of Thursday, 18th October 2018
ખેડૂત પુત્ર આકાશ બન્યો યુવા ઓલમ્પિકમાં તીરંદાજીમાં રજત પદક જીતનાર પહેલો ભારતીય
નવી દિલ્હી: આકાશ મલિક યુવા ઓલમ્પિક ગેમ્સની તીરંદાજી સ્પર્ધામાં રજત પદક જીતનાર પહેલો ભારતીય બન્યો છે અને પદકની સાથે ભારતે આ ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીને સમાપન કર્યું છે. એક ખેડૂતના પુત્ર 15 વર્ષીય આકાશે ફાઇનલમાં અમેરિકાના ટ્રેન્ટન કોલ્સને 6.0થી હરાવ્યો. ભારતે આ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, નવ રજત અને એક કાંસ્ય પદક મેળવ્યું છે.
(5:31 pm IST)