ખેલ-જગત
News of Thursday, 18th October 2018

પ્રો કબડ્ડી લીગ-6: હરિયાણા સ્ટીલર્સને મળી ફરી એકવાર હાર

નવી દિલ્હી: હરિયાણા સ્ટીલર્સને પ્રો કબડ્ડી લીગ સીઝન 6માં પોતાના ઘરમાં ફરી એકવખત હારનો સામનો કરવો પડ્યો હતો. યુ મુંબઈ મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં હરિયાણાનો 42-32થી માત આપી હતી. મુમ્બાની ટીમે શરૂઆતથી મેજબાન ટીમ પર પોતાની પકડ બનાવી લીધી હતી. પહેલા હાફમાં મુંબઈ 24-13ની બધા બનાવી લીધી હતી. હરિયાણા ટીમના ખેલાડી અને કપ્તાન મોનુ ગોયેલે 15 અંક મેળવ્યા હતા. જેમાં 11 રેડ અને ચાર બોનસ અંક હતા. મુમ્બાના સિધ્ધર્થ દેસાઈએ 15 અંક મેળવ્યા જેમાં 13 રેડ અને બે બોનસ અંક હતા.

(5:36 pm IST)