ખેલ-જગત
News of Friday, 18th September 2020

બોલીંગમાં બુમરાહ બીજા સ્થાને યથાવત : ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ

બોલીંગના રેન્કીંગમાં ટોપ ત્રણ ખેલાડીઓમાં કોઈ બદલાવ થયો નથી. ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ, ભારતના જશપ્રીત બુમરાહ અને બાંગ્લાદેશના મુજીબ ઉર રહેમાન અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. ઈંગ્લેન્ડના બોલર જોફ્રા આર્ચર તાજેતરમાં કરેલ સારા પ્રદર્શનના પગલે ૧૮માંથી સીધા ૧૦મા સ્થાને આવી ગયો છે. જયારે ઈંગ્લેન્ડના ક્રિસ વોકસ સાતમા સ્થાનેથી ચોથા સ્થાને જયારે ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવૂડ પણ સાતમા સ્થાને છે.

(3:30 pm IST)