ખેલ-જગત
News of Saturday, 18th August 2018

હાર્દિક નથી ઓલરાઉન્ડર ખિતાબનો હકદાર:હરભજનસિંહ

ઈંગ્લેન્ડમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન બાદ સૌકોઈ ભારતીય ટીમની આલોચના કરી રહ્યુ છે. ત્યારે પોતાના પ્રદર્શનથી લોકોને નિરાશન કરનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની સતત આલોચના થઈ રહી છે. લોર્ડ્સમાં બીજી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના બોલર હરભજસ સિંહએ હાર્દિકની આલોચના કરતા કહ્યું હતું કે, તેની આગળ ઓલરાઉન્ડર લગાવવાનું બંધ કરી દેવું જોઈએ.   

(12:45 pm IST)