ખેલ-જગત
News of Wednesday, 18th July 2018

નીરજ ચોપડાએ સૉટેવિલે એથ્લેટીક્સ મીટમાં જીત્યું ગોલ્ડ

નવી દિલ્હી: ભારતના સ્ટાર ભાલા ફેક એથ્લીટ અને વર્ષના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન નીરજ ચોપડાએ ફ્રાન્સમાં ચાલી રહેલ સોતેવીલે એથ્લેટીક્સ મીટમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે. નીરજે 85.17 મીટર સુધી ભાલો ફેંકીને ઉપલબ્ધી મેળવી છે. જયારે મેદાનમાં પદક મેળવવાની દોડમાં લંડન ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કેશોર્ન વલકોટ પણ હાજર હતો.તેને પાછળીને નીરજે સિદ્ધિ મેળવી છે.મોલદોવાના એન્ડ્રિયન મારદારે 81.48 મીટર ભાલો ફેંકી રજત પદક મેળવ્યું અને લિથુઆનિયાના એડીસ માતુસેવિયસે 79.31 મીટર ભાલો ફેંકી કાંસ્ય પદક મેળવ્યું છે.

(5:33 pm IST)