ખેલ-જગત
News of Wednesday, 18th July 2018

લોકેશ રાહુલને નિધિ અગ્રવાલે કહ્યો ભાઈ

ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલ સાથે પોતાના સંબંધોને લઈને બોલીવૂડની એકટ્રેસ અને મોડલ નિધિ અગ્રવાલે ચૂપકીદી તોડી છે. નિધિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રાહુલનો એક ફોટો શેર કરતા તેને ભાઈ ગણાવ્યો છે. તાજેતરમાં જ નિધિ અને રાહુલના સંબંધોને લઈને સમાચાર આવ્યા હતા, પરંતુ એકટ્રેસના આ પોસ્ટે તમામ અટકળો પર પૂર્ણ વિરામ લાવી દીધુ છે. નિધિએ કહ્યું હતું કે ઓલ ધ બેસ્ટ બ્રો. જો કે સોશ્યલ મીડીયામાં આ પોસ્ટને લઈને રાહુલની ઘણી મજાક ઉડાવવામાં આવી હતી. એક યુઝરે કહ્યું હતું કે લોકેશ રાહુલ ઈંગ્લેન્ડ સામે સારૂ પ્રદર્શન ન કરી શકયો કારણ કે નિધિએ તેને ભાઈ કહ્યો હતો.

(3:54 pm IST)