ખેલ-જગત
News of Wednesday, 18th July 2018

ઓસ્ટ્રેલિયન ફૂટબોલ કલબમાં જોડાવવા ટ્રાયલ આપશે બોલ્ટ

જમૈકાના ભૂતપૂર્વ ચેમ્પિયન રનર ઉસેન બોલ્ટ ઓસ્ટ્રેલિયાની એ લીગ કલબ સેન્ટ્રલ કોસ્ટ મેરીનર્સના જોડાવા માટે ટ્રાયલ આપશે. આઠ ઓલિમ્પિકસ ગોલ્ડ મેડલ જીતનાર ૩૧ વર્ષના બોલ્ટે ગયા વર્ષે ઓગષ્ટમાં થયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપ બાદ એથ્લેટીકસમાંથી નિવૃતિ લીધી હતી. મેન્ચેસ્ટર યુનાઈટેડના પ્રશંસકનું એવું સપનુ હતું કે તે ઉચ્ચ સ્તરે ફૂટબોલ રમે. ૧૦૦ અને ૨૦૦ મીટર વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર બોલ્ટે એ માટે તૈયારીઓ પણ કરી છે.

(3:52 pm IST)