ખેલ-જગત
News of Friday, 18th June 2021

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ પહેલા જ સાઉથમ્પ્ટનમાં વરસાદ વરસ્યો

વરસાદ વરસતા ફાઇનલની મજાને લઇને ક્રિકેટ ફેન્સના ચહેરાઓ પર ચિંતા

મુંબઈ :વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ શરુ થવાની રાહ જોવાઇ રહી હતી. વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ ફાઇનલ મેચની રાહ જોઇ રહ્યા છે. વિરાટ કોહલી અને કેન વિલિયમસનની કેપ્ટનશીપની આમને સામની ફાઇનલમાં થનારી છે. મેચ શરુ થવાને આડે હવે માંડ થોડાક કલાક જ રહ્યા છે. આ પેહલા જ સાઉથમ્પ્ટનમાં જ્યાં ફાઇનલ મેચ રમાનારી છે, ત્યાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસવાને લઇને ક્રિકેટ પ્રેમીઓને પણ ચિંતાઓ વર્તાવા લાગી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઇનલ મેચને લઇને સાઉથમ્પ્ટનમાં પણ ઉત્સાહનો માહોલ વર્તાઇ રહ્યો છે. આ દરમ્યાન જ વરસાદ વરસતા ફાઇનલ ની મજાને લઇને ક્રિકેટ ફેન્સના ચહેરાઓ પર ચિંતા વર્તાવા લાગી છે. મેચ શરુ થવાના પહેલા ગુરુવારે જબરદસ્ત વરસાદ વરસ્યો હતો.

18 જૂન થી 22 જૂન દરમ્યાન વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ રમાનારી છે. જે પાંચ દિવસની રમત દરમ્યાનના ચાર દિવસ વરસાદ વરસવાની આગાહી વર્તાઇ રહી છે. સ્થાનિક હવામાન વિભાગે ચાર દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે. તો વળી ચિંતામાં વધારો કરનારી એ વાત પણ છે કે, એક-બે દિવસ દરમ્યાન ઠંડા પવન પણ તીવ્ર સૂસવાટા લઇ શકે છે. હવામાન વિભાગ મુજબ મેચના ચોથા દિવસે વરસાદ થી રાહત રહી શકે છે.

તાજેતરમાં ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલ ટેસ્ટ સિરીઝ દરમ્યાન પણ વરસાદ વરસ્યો હતો. જેને લઇને મેચને પ્રભાવિત થઇ હતી અને પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો પર સમાપ્ત થઇ હતી. આમ હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ પર પણ વરસાદ નુ સંકટ તોળાઇ રહ્યુ છે.

(12:01 pm IST)