દુબઈ એશિયન બોક્સિંગ: 20 સભ્યોની ભારતીય ટીમને હજી નથી મળ્યા વિઝા
નવી દિલ્હી: ભારતને આ મહિને દુબઇમાં યોજાનારી એશિયા બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે 20 સભ્યોની ભારતીય ટીમને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા વિઝા આપવામાં આવ્યો નથી. બો ક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (બીએફઆઈ) ના સેક્રેટરીએ સોમવારે આ માહિતી આપી. આ ચેમ્પિયનશિપ 21 મેથી શરૂ થવાની છે. ભારતીય ટીમમાં 10 મહિલા બોક્સરો પણ છે. બીએફઆઈના સેક્રેટરી હેમંત કાલિથાએ આઈએએનએસને કહ્યું, "ભારતીય પુરૂષો અને મહિલા બોક્સીંગ ટીમોને દુબઇ જવા માટે હજુ સુધી વિઝા નથી મળ્યો. અમે અમારી ટીમો મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ." આ ટૂર્નામેન્ટનું આયોજન નવી દિલ્હી કરશે પરંતુ એશિયા બોક્સિંગ કોન્ફેડરેશને ભારતમાં કોરોના વાયરસના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટ સ્થાનાંતરિત કરી દીધી હતી.