ખેલ-જગત
News of Tuesday, 18th May 2021

ઓસ્ટ્રેલીયન ક્રિકેટ માટે શરમજનકઃ ફાસ્ટ બોલર એરોન સમર્સના ફોનમાંથી મળ્યા બાળકોના અશ્લીલ વિડયોઃ ભારે ચર્ચા

ફાસ્ટ બોલરની ધરપકડ કરાઇ

નવી દિલ્હી તા. ૧૮: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ફરી એક વખત ચર્ચામાં છવાયું છે. આ વખતે એક ક્રિકેટર પર લાગેલા યૌન શોષણના આરોપો ચર્ચાનો વિષય બન્યા છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એરોન સમર્સ પર આ પ્રકારનો આરોપ લાગ્યો છે. હાલ તે પોલીસની કસ્ટડીમાં છે અને સોમવારે તેને ડારવિન કોર્ટમાં રપ વર્ષીય ફાસ્ટ બોલર પર બાલ ઉત્પીડનના ર અલગ-અલગ આરોપો લાગ્યા છે. ગત સપ્તાહે સમર્સની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે લગાવેલા આરોપ પ્રમાણે તેના ફોનમાંથી બાલ ઉત્પીડનના વીડિયો મળી આવ્યા છે.

આ અંગે એનટી ક્રિકેટને જાણ કરવામાં આવી હતી તે સિવાય સંબંધિત અધિકારીઓને આ ઘટનાથી વાકેફ કરીને કેસ પોલીસને સોંપવામાં આવ્યો છે.

સીનિયર સાર્જન્ટ પોલ લોસને સમર્સની હરકતોને બિભત્સ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, આ વર્તન બિભત્સ છે. બાળકોને પોતાના બાળપણનો સંપૂર્ણ આનંદ ઉઠાવવાની તક મળવી જોઇએ. બાળકોના મનમાં કોઇ ખરાબ વ્યકિત ગંદા ઇરાદાઓ સાથે તેમના સુધી પહોંચશે તેવો ડર ન હોવો જોઇએ.

સમર્સ અબુ ધાબી ટી૧૦ લીગમાં ડેકકન ગ્લેડિટર્સ માટે રમ્યો હતો. તે પાકિસ્તાનમાં ઘરેલું ક્રિકેટ પણ રમ્યો છે અને આવું કરનારો તે પહેલો ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.

(3:06 pm IST)