ખેલ-જગત
News of Saturday, 18th May 2019

૧૦ કરોડ ફોલોઅરની સાથે વિરાટ કોહલી પ્રથમ ક્રિકેટર

ફેનફોલોઇંગ કોહલીનો સતત વધી રહ્યો છે : સોશિયલ મિડિયા ઉપર રોનાલ્ડો, નેમાર, મેસ્સી સહિત ફુટબોલ સ્ટાર છવાયેલા છે : ધોની, સચિન પણ સામેલ

નવી દિલ્હી, તા. ૧૮ : ભારતમાં ક્રિકેટની રમત જેટલી લોકપ્રિય છે તેટલા લોકપ્રિય ક્રિકેટ ખેલાડીઓ પણ છે. અભિનેતાઓ અને નેતાઓની સાથે ક્રિકેટરોને પણ સોશિયલ મિડિયા ઉપર લોકો મોટી સંખ્યામાં ફોલો કરે છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ફેન ફોલોઇંગનો જવાબ દેખાતો નથી. સોશિયલ મિડિયા પર ૧૦ કરોડ ફોલોઅર્સની સાથે તે નંબર  વન ક્રિકેટર બની ગયો છે. હકીકતમાં ફેસબુસ, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ મળીને વિરાટ કોહલીના ૧૦ કરોડથી પણ વધારે ફોલોઅર્સ છે. ક્રિકેટ દુનિયામાં ફુટબોલ અથવા તો ટેનિસની જેમ જ એટલી લોકપ્રિય નથી પરંતુ આટલી જ સંખ્યામાં ફોલોઅર્સ થવાની બાબત ખુબ મોટી દેખાઈ રહી છે. ટ્વિટર ઉપર પોર્ટુગલના ફુટબોલ સ્ટાર રોનાલ્ડોના સૌથી વધારે ૭.૭ કરોડ ફોલોઅર્સ દેખાઈ રહ્યા છે. ત્યારબાદ બ્રાઝિલના ફુટબોલ સ્ટાર નેમારના ટ્વિટર ઉપર ૪.૩ કરોડ ફોલોઅર્સ છે. કોહલી સોશિયલ મિડિયા ઉપર ખુબ સક્રિય રહે છે અને પોતાના ફોલોઅર્સનો આભાર પણ માને છે. ફેસબુક ફોલોઅર્સની વાત કરવામાં આવે તો રોનાલ્ડોના ૧૨.૨ કરોડ ફોલોઅર્સ છે. ત્યારબાદ આર્જેન્ટીનાના ફુટબોલ સ્ટાર મેસ્સીના ૮.૯ કરોડ ફોલોઅર્સ છે જ્યારે ફેસબુક ઉપર કોહલી સૌતી વધારે ફોલોઅર્સ ધરાવે છે. ત્યારબાદ સચિન તેંડુલકર પણ ક્રમ ધરાવે છે. સચિન તેંદુલકરને ફેસબુક ઉપર ૨.૮ કરોડ લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ રોનાલ્ડોના સૌથી વધારે ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર કોહલીના ૩.૩ કરોડ પોલોઅર્સ છે. જ્યારે સચિન તેંડુલકરના ૧.૪૭ કરોડ ફોલોઅર્સ છે. મહેન્દ્રસિંહ ધોનીના પણ ૧.૩ કરોડ ફોલોઅર્સ છે. ફોલોઅર્સ મામલે અન્યો પણ રહેલા છે.

(7:21 pm IST)