સારા ફોર્મમાં હશે તો : ડિવિલિયર્સ ટી-૨૦ વર્લ્ડ કપ રમશે
એબીને જન્મદિનની શુભેચ્છા પાઠવતો વિરાટ : ભાઇ, હેપી બર્થ-ડે. તને અને તારા પરિવારને ઘણીબધી ખુશીઓ અને સારા સ્વાસ્થય સાથે ઘણી શુભેચ્છાઓ. ફરી મળીશુ.
વલિંગ્ટન : સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમના કોચ માર્ક બાઉચર ટી-૨૦ વર્લ્ડ કપ માટે એ. બી. ડિવિલિયર્સને કન્સિડર કરી રહ્યા છે. વાસ્તવમાં ડિવિલિયર્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ર૦૦૮માં રિટાયરમેન્ટ લઈ લીધી હતી, પણ તે ફ્રેન્ચાઇઝી આધારિત ટીર૦ ટુર્નામેન્ટ રમતો રહેતો હતો. ડિવિલિયર્સ વિશે બાઉચરે કહ્યું કે તેણે મીડિયા સાથે, પબ્લિક સાથે ચર્ચા કરી છે, પણ મારી સાથે ચર્ચા નથી કરી. અમને બન્નેને ખબર છે કે તેની સાથે શું થવાનું છે. જયારથી મેં કારભાર સંભાળ્યો છે ત્યારથી મેં કીધું છે કે ટીર૦ વર્લ કપમાં હું બેસ્ટ ટીમ લઇને જઈશ. જો ડિવિલિયર્સ સારા ફોર્મમાં હશે અને સમય આપીને અવેલેબલ રહેશે તો તેને અમે જરૂર ટીમમાં લેવા માગીશું. આ ઈગોની વાત નથી, માત્ર સારી ટીમને વર્લ્ડ કપમાં મોકલવાની વાત છે.