ખેલ-જગત
News of Monday, 18th January 2021

‘મારા પિતા મારા હીરો... અમે માત્ર કલ્‍પના કરી શકીએ છીએ કે તમે સ્‍માઇલ કરી રહ્યા છો' : હાર્દિક પંડયાએ પિતા વિશે ભાવુક પોસ્‍ટ શેર કરી

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેના પિતાના નિધનના એક દિવસ બાદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. હાર્દિક અને તેના ભાઈ ક્રુણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાને હાર્ટ એટેક આવવાથી 16 જાન્યુઆરીની સવારે તેમનું નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા.

હાર્દિક પંડ્યાના મોટા ભાઈ ક્રુણાલ પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડાનો ભાગ હતા. તે બાયો બબલથી નીકળી ટીમને છોડી પોતાના પિતાના અંતિમ દર્શન માટે ઘરે રવાના થયો હતો. ક્રુણાલ પોતાના પરિવાર પાસે પહોંચ્યો હતો.

હાર્દિકે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક ભાવુક પોસ્ટ કરતા લખ્યું, 'મારા પિતા, મારા હીરો. તમને ગુમાવવાની વાતને સ્વીકાર કરવી જીવનની સૌથી મુશ્કેલ વસ્તુમાંથી એક છે. પરંતુ તમે અમારા માટે એટલી મોટી યાદ છોડી છે કે, અમે માત્ર કલ્પના કરી શકીએ છે કે, તમે સ્માઈલ કરી રહ્યા છે.

તેણે વધુમાં લખ્યું, તમારા દિકરા જ્યાં ઉભા છે, તે તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે છે. તમે હમેશા ખુશ હતા. હવે ઘરમાં તમારા ના હોવાથી મનોરંજન ઓછું થશે. અમે તમને ઘણો પ્રેમ કરીએ છીએ અને આગળ પણ કરતા રહીશું. તમારું નામ હમેશાં ટોપ પર રહેશે. મને એક વાત ખબર છે, તમે અમને ઉપરથી તે રીતે જોઈ રહ્યા છો, જે રીતે તમે અહીં જોતા હતા.

(5:21 pm IST)