ખેલ-જગત
News of Friday, 18th January 2019

વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2018 માટે વિનેશ ફોગટનું નામ નોમિનેટ

નવી દિલ્હી: ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2018 માટે નોમિનેટ કરવામાં આવી છે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નામાકિંત થનારી વિનેશ પહેલી ભારતીય મહિલા પહેલવાન છે. વિનેશ ફોગટને ગોલ્ફર ટાઈગર વુડ્સ સાથે ‘વર્લ્ડ કમબેક ઓફ ધી યર’ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. જ્યારે આ કેટેગરીમાં વિજેતા બનેલાની જાહેરાત 18 ફેબ્રુઆરીએ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સના સમારંભમાં કરવામાં આવશે. આ પુરસ્કાર વર્ષ 2000થી ચાલતો આવે છે. વિજેતાઓની પસંદગી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડમીના 66 સભ્યો દ્વારા કરવામાં આવે છે. આ એવોર્ડ પાછળા વર્ષના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જે પણ ખેલાડીનું પ્રદર્શન સારું હોય તેને આપવામાં આવે છે. ભારતીય મહિલા પહેલવાન વિનેશે ફોગટે વર્ષ 2018માં એશિયાઈ રમત અને ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાસલ કર્યો હતો. હરિયાણાના ભિવાનીમાં રહેતી 24 વર્ષની વિનેશ ફોગટ 2016માં રિયો ઓલિંપિકના ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ઘાયલ થઈ હતી. પછી તેણે ગયા વર્ષે તે શાનદાર રીતે પરત ફરી અને તેણે દેશને ગોલ્ડ મેડલ આપ્યો હતો. વિનેશ ફોગટના પિતાનું જમીન વિવાદ મામલે મર્ડર કરવામાં આવ્યું હતું, પછીથી કાકા માહાવીર ફોગટે વિનેશને મહિલા પહેલવાન બનાવી હતી. આપણા દેશ માટે આ ગર્વની વાત છે કે વિનેશ ફોગટ એક માત્ર ભારતીય મહિલા પહેલવાન છે કે જેને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. આ પહેલાં 2004માં ભારતીય ક્રિકેટ અને પાકિસ્તાની ક્રિકેટ ટીમે લોરિયસ સ્પોર્ટ્સ ફોર ગુડ અવોર્ડ શેર કર્યો હતો. તે સમયે બંને ટીમોને ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ છતા આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

(5:09 pm IST)