ખેલ-જગત
News of Friday, 18th January 2019

#10yearchallenegeનો રોગ ક્રિકેટરોને પણ લાગતો : જોવા મળ્યા સોશિયલ મીડિયા પર બદલાવ...

નવી દિલ્હી:સોશ્યલ મીડિયા પર જ્યારે પણ કોઇ ટ્રેન્ડ ચાલું થાય એટેલ તે આખી દુનિયામાં છવાઇ જાય છે. જ્યારે એવો જ એક ટ્રેન્ડ #10yearchallenege હાલ સોશ્યલ મીડિયા પર ચાલી રહ્યો છે. જેમાં લોકો પોતાના હાલના દેખાવને, તેમના દસ વર્ષ જુના દેખાવ સાથે સરખામણી કરે છે અને દસ વર્ષ જુના ફોટા સાથે હાલનો ફોટો શેર કરે છે. ક્રિકેટ જગતમાં પણ આ ટ્રેન્ડનો રોગ ખેલાડીઓને લાગી ગયો છે. ભારતીય ટેસ્ટ ટીમના ઉપ-કપ્તાન અજિંક્ય રહાણેએ પોતાની દસ વર્ષ જુની અને હાલની તસવીર શેર કરતા પોતાના ટ્વીટર હેન્ડલ પર મુકી હતી અને લખ્યું હતું કે ડૉમેસ્ટિથી લઇને ઇન્ટરનેશનલ સુધીના્ સમયગાળા દરમિયાન ખૂબજ સીખવા મળ્યું છે અને આગળ પણ સીખતો રહીશ. જ્યારે ટ્વીટર પર અન્ય ક્રિકેટ બોર્ડ અને ટીમ દ્વારા પોતાની દસ વર્ષ જુની યાદોને શેર કરવામાં આવી હતી. ખેલાડી અશ્વિને પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર #10yearchallenege અંતર્ગત પોતાની તસવીર શેર કરી હતી અને દિનેશ કાર્તીકને પણ #10yearchallenege ફોલો કરવા માટે કહ્યું હતું.

(5:07 pm IST)