ખેલ-જગત
News of Friday, 18th January 2019

વહીવટદારોએ હાર્દિક અને રાહુલ મામલે ઝડપી નિર્ણય લેવા લોકપાલની નિયુકિતની કરી માગણી

સુપ્રીમ ર્કોટે વહીવટદારોની સમિતિની વિનંતીને માન્ય રાખી હતી જેમાં મહિલા વિરોધી ટિપ્પણી કરવા માટે ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ વિશે નિર્ણય લેવા માટે તરત લોકપાલની નિયુકિતની માગણી કરી હતી

સુપ્રીમ ર્કોટે વહીવટદારોની સમિતિની વિનંતીને માન્ય રાખી હતી જેમાં મહિલા વિરોધી ટિપ્પણી કરવા માટે ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ વિશે નિર્ણય લેવા માટે તરત લોકપાલની નિયુકિતની માગણી કરી હતી. જસ્ટિશ એસ. એ. બોબડે અને એ. એમ. સપ્રેની બેન્ચ એક સપ્તાહની અંદર આ મામલે સુનાવણી કરશે. સિનિયર એડ્વોકેટ પી. એસ. નરસિમ્હાને આ મામલે અમાઇકસ કયુરી બનશે. વહીવટદારો તરફથી વકીલે ર્કોટને લોકપાલની સીધી નિયુકિત કરવા માટે જણાવ્યું હતું, કારણ કે આ બે પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોના ભવિષ્ય પર તરત નિર્ણય લેવાનો છે. એક ટીવી શોમાં મહિલાઓ વિશે ખરાબ ટિપ્પણીને કારણે આ ક્રિકેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

(3:28 pm IST)